" શહીદોને સલામ "
--------------------------------
**************************
" જુલ્મ અંગ્રેજી હકૂમતના કદી સંભારજો,
પુસ્તકોનાં પાન પર આતંક એનાં વાંચજો.
દેશને આઝાદ કરવા જે વીંધાણા ગોળીએ ,
એ શહીદોનાં બલિદાનો સ્મરણમાં લાવજો.
એમની તસવીરને આખી સમેટી આંખમાં ,
ઈશ્વરી અવતાર માનીને હ્રદયમાં સ્થાપજો.
વીરની છે એજ, પૂજા એજ સાચી બંદગી,
અંજલી અશ્રુથી અર્પી, અર્ધ્ય દઈ આરાધજો.
જેશહીદોના પ્રતાપે દેશ આ આઝાદ છે,
માન ને સન્માન સાથે એમને બિરદાવજો.
દેશભક્તિનું ભરી ખુન્નસ નશીલી આંખમાં,
એ તિરંગાને , શહીદોને સલામી આપજો.
એ શહીદોને ના ભૂલો રાષ્ટ્રના હે વાસીઓ !
એક આંસુ એમના માટે અનામત રાખજો.
ભારતીઓ ! સરહદોના સંતરીની યાદમાં ,
એક પળ માટે તમારી આંખને ભીંજાવજો. "
**************************
( ગણપત પટેલ " સૌમ્ય " )