દરિયા, ઝરણાં છલકે શાને એ સમજાવો !
ભીડેલ હોઠ મલકે શાને એ સમજાવો !
પુષ્પ તણા પોચા શા હૈયે પ્રીત પરાઈ,
ઝીણું ઝીણું કણસે શાને એ સમજાવો !
કૂણા તડકા ઉંબરને આલિંગન કરતા,
સૂરજ ધરતી હરખે શાને સમજાવો !
છલબલ કરતી છાને છપને દિલના રસ્તે,
મનગમતી પળ ભટકે શાને એ સમજાવો !
મધ્યમ મધ્યમ મોસમ મ્હોરી મબલખ મબલખ,
સૃષ્ટિ ચઢતી રમણે શાને એ સમજાવો !
* નિશિસિંહ *