મહેકી જવાની શરાફત નડે છે,
ફુલોને સદા એ નજાકત નડે છે.
બહેકી ગયો હું વગર જામ સાકી,
મને એ નયન ની શરારત નડે છે .
નથી વાર આભે કદમ મૂકવાની,
મળી વારસે ઇ વિરાસત નડે છે.
નથી હાથ માં કોઇ બેડી લગાવી,
રચી જે કરમ ની કરામત નડે છે.
ન દરકાર બાજી ઇ હારી જવાની,
દગે પાડવા ની સિયાસત નડે છે.
નીતિન મહેતા