બદલાતા સમય સાથે બદલાવ સ્વીકારવો જરુરી.
બદલાતા સમય સાથે સ્વભાવને બદલવો જરુરી.
પરિવર્તન એ નિયમ છે આ દુનિયાનો અફર અટલ,
આપણી આસપાસના માહોલને સમજવો જરુરી.
નદી નાવ સંજોગ હંકારવામાં રહેલું છે શાણપણ,
પરિસ્થિતિ પામી જઈને પછી વર્તાવ કરવો જરુરી.
અનુકૂલન એ જીવનનો વણલખ્યો નિયમ પ્રવર્તે છે,
અનુકૂળ થઈ જઈ આપણે હાવભાવ ધરવો જરુરી.
વાદ ડાર્વિનનો ઉત્ક્રાંતિનો આજે પણ લાગુ પડે છે,
હળીમળી હેત લાવવા વર્તને સ્નેહ પાથરવો જરુરી.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.