ઝાંખી જો ભીતરે લપાયો છું
હું હ્રદયમાં તો કોતરાયો છું
વેદનાઓ દરાર થઈ ભીંતે,
પીપળાનાં મૂળે કપાયો છુ
છે અલગ તોલમાપનાં ધારા,
ટેરવે સ્પર્શથી મપાયો છું
એકધારું ધરાર જોતાં'તા
દ્રષ્ટિ વમળે હું તો ફસાયો છું
કંટકો આપશે જખમ તો શું?
ખુશ્બુનાં મારથી ઘવાયો છું
પૂર્ણિમા ભટ્ટ. 'તૃષા'