Gujarati Quote in Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પર્વતની ટોચેથી જોયું
સરવરની પાળેથી જોયું
વનરાવનની કુંજ ગલીમાં
કદંબની ડાળેથી જોયું
રમત મજાની છાની છપની ક્યાં સંતાણો કાનુડા ....
તુજને ગોતી મારે કરવો .....
કાનુડા નો થપ્પો ......

નરસિંહના કેદારે જોયું
મીરાના મેવાડે જોયું
વનરાવનની ગોકુળીયામાં
રાધાના દલડે જઈ જોયું
આંખોમાં અમરતની ધારા ક્યાં સંતાણો કાનુડા .....
એને નીરખી કરવો મારે
કાનુડાનો થપ્પો .....

આકળ- વીકળ આંખડીયું છે
માખણ - મિસરી વાતડીયું છે
સૂની સૂની રાતડીયું છે
ડાળે સૂકી પાંદડીયું છે
હૈયાના ધીમા ધબકારા ક્યાં સંતાયો કાનુડા ....
હાથ તારો ઝાલી મારે કરવો
કાનુડાનો થપ્પો .....

------ હર્ષિદા દીપક

Gujarati Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111710241
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now