રિલાયન્સનું નામ આવે એટલે ધીરુભાઈ યાદ આવે અને પછી મુકેશ અંબાણી અને અનિલ અંબાણીનુ ક્યારેક નામ જીભે ચડે. ઊગતો સૂરજ બધાય પૂજે.આથમતાની કદર એટલી બધી નથી હોતી પણ આથમતુય ક્યારેક શીતળતા પ્રદાન કરે ખરું. એ આપણે ભૂલવું ના જોઈએ. આપણે મોજમાં જીવવું ભલે આપણે ધીરુભાઈના સંતાન નથી પણ કદાચ આપણા સંતાન ધીરુભાઈ જેવા બને તો આપણને શું વાંધો હોય???સંતાનનો ઉછેર તો માં બાપ સરખી અને સમાન રીતે કરતા હોય.પણ દરેક પોત પોતાની રીતે પોતાનો વિકાસ પોતાના આઇ ક્યું લેવલ પ્રમાણે કરતા હોય.એમાં વારો તારો કરવાનો કોઈ સવાલ ઊભો થતો નથી.સંતાનોએ પણ લઘુતાગ્રંથિ ના બાંધવી જોઈએ.જો માં બાપની જવાબદારી આપણને ઉછેરવાની હોય તો એમણે કરેલો આપણો ઉછેર એળે ન જાય એ જોવાની જવાબદારી આપણી પણ બને છે.ધીરુભાઈ હતા એટલે એમણે વારસામાં એમના સંતાનોને આપ્યું.પણ એમણે મહેનત તો કરી હશે ને!!?
આપણે મુકેશભાઈ બનવું એ આપણા હાથમાં છે(જો ધીરુભાઈ મળી જાય તો..) અને ધીરુભાઈ બનવું એ પણ આપણા હાથમાં છે.
આપણો ચહેરો જેવો હશે તેવું તેનું પ્રતિબંબ મળશે. પ્રતિબિંબ સુધારવા ચહેરો સુધારવો પડે કાચ તો ના તોડી નખાય ને..!?