સર્જાયું એક ચક્રવાત લઈને નામો અનેક
તાઉતે ટાઉટે ટોકટે ટોકતે તોકતે ટૌટે
અને સર્જી ગયું વિનાશ અનેક!!!
પડ્યાં ઝાડ, તૂટ્યા બેનર, ધોવાયો
ઊભો પાક, બન્યાં પક્ષી બેઘર,
ગુમાવ્યા કેટલાય જીવ.
ગગડી ગયા ભાવ ફળોનો રાજા
જે કહેવાતો, નકામી ગઈ કેટલીય
કેરીઓ પડતાં ઝાડ પરથી ટપોટપ!
વેચાતી જે સદાય ઊંચા ભાવે, નથી
કોઈ લેવા તૈયાર!!!
થયો ખેડૂત પાયમાલ, બાંધીને બેઠો
હતો મોટી આશ!!!
શીખો એ ચક્રવાત પાસે કેમ બનાય
હિંમતવાન!!!
જો હોય હિંમત મનથી તો કોઈ
ન બગાડી શકે કશુંય!
રાખો વિશ્વાસ પોતાનાં પર તો જ...
રાખશે વિશ્વાસ દુનિયા તમારા પર.
સાબિત કરો પોતાનું મહત્ત્વ કરી
મહેનતથી કામ...
નથી જોતી આ દુનિયા ક્યારેય પ્રયાસોને,
જુએ છે એ તો માત્ર મળેલ પરિણામને!
ન ઊભો થવા દો ચક્રવાત મનમાં,
નહીં તો થઈ જશો દૂર સફળતાથી...
નાસીપાસ કરે છે હંમેશા આ મનનો
ચક્રવાત, લઈ જાઓ દૂર એને કરી
સદાય હકારાત્મક વિચાર...
પોતે જ બનો પોતાની પ્રેરણા
દૂર કરી ચક્રવાત મનનો!!!
આપો હિંમત પોતે જ પોતાને.....
- સ્નેહલ જાની