દિલમાં ઉઠ્યું એક ઝંઝાવાત,
નહિ શમતું મનનું ખેડાણ,
કોઈ તો વાત છે ડંખે દાજે,
પણ ઉકેલ શોધતાં આંખે છાજે!
કઈ દિશાની કેડી સારી?
કયા ખૂણે મંજિલ મ્હારી?
રોજ સવારે ઊઠે એક ગુલાબ,
પણ સાંજ ઢળે કરમાય આમ!
દિલમાં દીવો પ્રગટાવવો નવો,
પણ તેલની ધાર જાય અદિશે,
રોશની કરવાં વલખાં ઘણાં,
ચોમેર અંધકારને નિરાશા નર્યા!
દિલમાં ડોહલતા મક્કમ ઇરાદા,
સાવ સુનાં કેડીએ મ્હારા!
તોય હિંમત નહિ જ હારું,
ચક્રવાતને ધમધોરુ એ જ સારું!
- સેતુ