શબ્દોની શું સજાવટ કરું શ્રીહરિ!
આખ્ખે આખી જાત ધરું શ્રી હરિ!
તારું નામસ્મરણ એક આધાર છે,
ને પછી બીજે ક્યાં ક્યાં ફરું શ્રી હરિ!
અંતર મારું ભીંજાયું તારા નામથી,
ભવનિધિ તારા નામથી તરું શ્રી હરિ!
વસે વહાલમ મુજ ઉરે નાથ તું સદા,
તારી યાદમાં હું નયનો ભરું શ્રી હરિ!
થજે કૃપાળુ દરશન દેવા મુજને કદી,
ચરણરજ પામવાને કરગરું શ્રી હરિ!
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર..