જીંદગી માં ઉધારી, ક્યાંય નહિ ફાવે,
માંગણીઓ જ, હારી ક્યાંય નહિં ફાવે;
છે જ ક્યાં જો ,જડે રસ્તો હું કારણ માં,
છોડવી મન ખૂમારી , ક્યાંય નહિ ફાવે;
વેચવાલી કફનની, હોય છે ક્યાં જો?
છોડવી મન નાદારી, ક્યાંય નહિ ફાવે;
જો ને તૃષ્ણા સહજ, વિસ્તાર છે જબરો,
હોય ઈચ્છા જ કુંવારી , ક્યાંય નહિ ફાવે.
હું જ આનંદ માણે છે, સદા ભીતર,
ત્યાં અહંની કહાની , ક્યાંય નહિ ફાવે;
-મોહનભાઈ આનંદ