મારે થાય જવાનુંને હોય આગમન તારું.
ના અહીં રહેવાનુંને હોય આગમન તારું.
જિંદગીમાં તું ના મળ્યો નથી એ અફસોસ,
છેલ્લે ના કૈં કે' વાનુંને હોય આગમન તારું.
આખરે તારાં દર્શનથી થાઉં હું પરિતૃપ્તને,
તને દેખી હરખવાનુંને હોય આગમન તારું.
વધાવી લઉં હરિવર તારાં આગમનને હું,
પ્રાર્થના ના કરવાનુંને હોય આગમન તારું.
શિથિલને સુષુપ્ત અંગ ઉપાંગો મજબૂરી,
મનોમન આરાધવાનુંને હોય આગમન તારું.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.