Gujarati Quote in Quotes by Chaitanya Joshi

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શરણ હરિનું સ્વીકારો આફત આવે ત્યારે.
ના રાખો મનમાં મૂંઝારો આફત આવે ત્યારે.

રહો અડીખમ ઝંઝાવાતે આત્મબળ ધરીને,
હરિના ભરોસે હંકારો આફત આવે ત્યારે.

આફત આપનારો જ ઉપાય બતાવશે જ,
અંતર આરઝૂથી સંભારો આફત આવે ત્યારે.

હિંમત રાખી હૈયેને હરિવરને બસ પોકારો,
પુરુષાર્થ દેખાડે કિનારો આફત આવે ત્યારે.

જીવનનૌકાને હરિવરનો સદાય  સથવારો,
એ વિશ્વાસે પાર ઊતારો આફત આવે ત્યારે.

- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Quotes by Chaitanya Joshi : 111708441
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now