"પ્રેમ બઉ વિશિષ્ટ ભાવ છે નઈ !
જ્યાં લોહીનો સંબંધ ના હોય...
ત્યાં જ સૌથી વધુ મજબૂત હોય.
કૃષ્ણનો "યશોદા મા" માટે
કર્ણનો "રાધા મા" માટે
રામનો "કૈકેયી મા" માટે
હનુમાનનો "સીતા મા" માટે
હનુમાનનો "રામ" માટે
પત્ની કે પ્રેમિકા તો મોટે ભાગે લોહીના સંબંધમાં હોતી નથી.
ભાઈ - બહેન કરતા કોઈ અજાણ્યો મિત્ર વધુ સંભાળ રાખે છે.
કર્ણ અને દુર્યોધન
કૃષ્ણ અને સુદામા
કૃષ્ણ અને દ્રૌપદી
આ તો વિખ્યાત ચરિત્રોની વાત છે જેમાં કોઈ શંકા નથી.
બાકી આજની તારીખમાં પણ આવા તો હજારો ઉદાહરણ હશે આ જગતમાં જે લોકો જાણી કે સમજી નથી શક્યા !"
- દાર્શનિક
(આચાર્ય જિજ્ઞાસુ ચૌહાણ)
#દાર્શનિકદૃષ્ટિ