જીવવાનું યેનકેન છે.
ઘર મહીં સુખ-ચેન છે.
રાત સાથે સ્વપ્ન પણ ,
કેટલા બેચેન છે.
ઊંઘ પણ આવી નહીં ,
આંખમાં તો ઘેન છે.
જિંદગી એ તો ફકત ,
એક વન-વે લેન છે.
સુખ અને દુઃખ આપણાં ,
કર્મની સૌ દેન છે.
ધારણામાં આપણી ,
રામ ને હુસેન છે.
એ કહે છે આવજો ,
ને , ઉભેલી ટ્રેન છે.
આપણી કવિતા લખું ,
લાવ , કાગળ - પેન છે.
! વિસ્મય !