Gujarati Quote in Motivational by Shailesh Jani

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કોરોના પછી આ” તાઉ તે” નામનુ ભારે વાવા ઝોડુ કોરોનાથી સૌથી સંક્રમિત રાજ્ય હતા ત્યાં જ વધુ અસર કર્તા રહ્યુ. હુ માનુ છુ કે આ કુદરતનો એક પછી એક આવતો કેર બિલકુલ નથી. આ સમયબધ્ધ કુદરતે નક્કી કરેલ વિનાશ પછી નવરચનાનો એક ભાગ જ છે. આપણે માનવજાતે પર્યાવરણ કે કુદરતી સંપતિને પોતના સ્વાર્થ માટે ઘમરોળી, જીવમાત્ર આપણા ગુલામ હોય તેમ તેમની હત્યાથી લઈ બધી જાતના અત્યાચાર કર્યા અને કુદરતે અતિ સૂક્ષ્મ જીવના માધ્યમથી આ આપણે કરેલ અન્યાયનો કોરોનાના રુપે ન્યાય કરી આપ્યો પણ એની ય હદ પુરી થતાં જ વેગીલા પવનથી વાયરસને ઘસેડી ઓકસિજન માટે ઘાંઘા થયેલ આપણને શુધ્ધ હવા તથા હવામાં ભળેલ, બધે ચોંટેલ વાયરસને શુધ્ધ પાણી અને જેટ સ્પ્રે જેવી હવાથી સાફ કરવા જ આ વાવાઝોડુ કે વરસાદ કમોસમે મોકલ્યો છે. ભગવાન તમે અને હુ કલ્પીએ તે મુકુટ, મોરપિચ્છ કે સુદર્શન ચક્ર લઈ દર વખતે નથી આવતો. આવા સ્વરુપે પણ કલ્યાણ કરવા આવી શકે છે. આ વાવાઝોડા વરસાદની બે દિવસની પરીસ્થિતી કોરોના મહામારીનો અંત બની રહેશે તેવો મારો આશા વાદ બની રહે તેવી પરમાત્માને પ્રાર્થના.
🙏

Gujarati Motivational by Shailesh Jani : 111707631
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now