Gujarati Quote in Jokes by Kalpesh Patel

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કેળાં ખાવાથી
હાડકાં મજબુત થાય
અને
કેળાંની છાલ ઉપર
પગ આવવાથી ભાંગી જાય !!
જબરું, નહીં ?
😂😂😂😂😂
"વા"​ થી માત્ર શરીરનુ
એક અંગ પકડાય છે.
પરંતુ
​"પરણ-વા"​ થી માણસ
આખો પકડાઈ જાય છે..
😂😂😂
બેન્કવાળી બહેનનો ફોન આવે
અને લોનનું પૂછે તો ફોન કાપવો નહીં,
થોડો રસ લેવાનો. . .
પછી નામ પૂછે એટલે બિંદાસ કહી દેવાનું,
'વિજય માલ્યા' . .
કસમથી ફરી ક્યારેય ફોન નહીં આવે... . .
😂😂😂
અણવર : ગોરબાપા, કન્યાને ડાબી કોર બેહવાનું કે જમણી કોર ?
ગોરબાપા : ગમ્મે એનીકોર બેસ, લગન પછી માથા ઉપર જ બેહવાની છે .
😂😂😂😂
પત્ની (બપોરનાં ટાંણે) ::
એ હાલો ડીનર લઈ લ્યો....
પતિ :: ડોબી, અત્યારે લંચ કેવાય...
પત્ની :: ડોબા, આ ગઈ કાલ રાત નું છે...
મને શીખવાડે છે પાછો....
😜 😜😜😜😀😀😀😀
પ્રોફેસર બુચ બીમાર થયા
ડોક્ટરે ગ્લુકોઝ નો બાટલો ચડાવ્યો..
બુચ સાહેબ હસ્યા
ડોક્ટર :.... કેમ હસ્યા???
બુચ સાહેબ :.... રોજ બાટલા ઉપર બૂચ હોય છે
આજે બૂચ ઉપર.. બાટલો
😀😀😜😜😂😂😄🏊🏊
શિક્ષક : ભગવાન રામે વનવાસ માટે
કયો સમય નકકી કર્યો હતો ?
ભૂરો : સાહેબ 9.15 નો
શિક્ષક : એમ? સમજાવ કેવી રીતે ?
ભૂરો : સાહેબ " વનવાસ " નુ ઉંધુ કરીને વાંચો.
પછી શિક્ષક ભણાવવા નુ છોડી ને
રામકથા કરવા લાગ્યા. .....🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
પત્ની- તમે સફેદ પેન્ટ પર પીળો શર્ટ ના પહેરતા.
પતિ- કેમ ?
પત્ની- પરમ દિવસે મારી બહેનપણી કહેતી હતી કે
જો તારા "દાળ-ભાત" આવે છે.😂🤣
એક બહેન વજન કરતી વખતે વજનકાંટા ઉપર ઉભા રહી થોડી થોડી વારે ઊંડા ઊંડા શ્વાસ લઈ પેટને અંદર ખેંચે ...
એમના પતિદેવ થી ન રહેવાયું ., એ કહે ,: - એમાં કાંઈ ફેર ન પડે પેટ અંદર લેવાથી વજનકાંટો વજન ઓછું ન દેખાડે...!!!
બહેન ખીજાયને બોલ્યા , :- બુદ્ધિ વગરના છો સાવ...!!!
પેટ અંદર લઉ તો વજન કાંટામાં કેટલું વજન છે એ મને દેખાય ને...???
😄😄😄😄😄😅😅😅

Gujarati Jokes by Kalpesh Patel : 111707587
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now