કોઈ આવે અને કોઈ જાય છે,
આવું મારી સાથે પણ થાય છે.
પ્રેમ ભલે હોય બંને તરફ સરખો,
અંતે જાતથી આગળ ક્યાં વધાય છે?
આવ્યાં હોય છે જે સામેથી કવિન ,
જીવન ક્યારેક એનાથી પણ જોખમાય છે.
વાવાઝોડું કે કુદરતી આફત માં નહિં !
માણસ તો માણસથી અહીં ફસાય છે.
-કવિન શાહ
મોરબી