હૈયા ની વેદના.
કોઈને મોટાપો સતાવે છે,
કોઈને મોટી ઉંમર સતાવે છે,
કોઈ ને રંગરૂપ ની ખામી સતાવે છે,
માટે ધણા પોતાની શુરત સકલ ને દેખાવ છુપાવે છે,
એક મોટાપો છે તમારા બે ફામ ખોરોક ની અસર બસ તેને બાદ કરી બીજું છે કુદરતી અને જે છે કુદરતી તે તો શોળે કળાએ એની રીતે શુંદરજ હોય ,બસ દેખનાર ની નજર માં ખામી હોય તો એ સુંદરતા ન જોઈ શકે,
દરેક વસ્તું નો સમય હોય, એ જે તે સમયે શોભે,
બાળપણ મા નાદાની શોભે, તરૂણ અને યુવાનીમાં સાહસ અને વીરતા શોભે, પુખ્તતામા ખુમારી અને જવાબદારી સોભે ,ધડપણમા સંતોસ અને હરી ભજન શોભે, અને વીવેક આખી ઉમર શોભે, રૂપ રંગ તો છે માત્ર બહારનો દેખાવ , હકીકત માં તો વ્યક્તિત્વ અને સ્વભાવ શોભે..