સવાલ છે ઘણા દિલ માં,
કોઈ ઉકેલ મળતા નથી.
કારણ શોધું છું ઉકેલો નું,
કોઈ જવાબ મળતા નથી.
શોધ્યા કરુ છું ખાલી ખુણા ને,
આમ તેમ ભટકીને,
ભીની આંખો સિવાયના,
ખાલી કોરા ખુણા કયાંય મળતા નથી.
આંખો વિચી ને આંસુ, છુપાવે છે આ દુનિયા.
દર્દ ને સાંભળવા વાળા આ દુનિયામાં કોઈ મળતા નથી.
રામ અને કૃષ્ણની આ ભુમિ પર,
અ સંસ્કારો ની નદીઓ ઘણી વહે છે.
માટે લોહીના ખાબોચિયા ઉલેચવા વાળા,
હવે "સ્વયમભુ"કોઈ મળતાં નથી.
-અશ્વિન રાઠોડ
- સ્વયમભુ