Gujarati Quote in Blog by Minal Gosalia Shah

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*બહુ જ સુંદર લખાણ છે ગમશે*
⭐⭐⭐⭐

*શિયાળામાં લોહી વહેતું રાખે એ માટે એક તાપણું જોઈએ* અને
*લાગણી વહેતી રાખે એ માટે એક આપણું જોઈએ.*

*જેને ગમ્યો એણે ધૂપ કહી દીધો મને,* *ના ગમ્યો જેને એ ધુમાડો કહી ગયા મને !!*

*પ્રભુને મળવા ગયો,ને*
*રસ્તો ભૂલી ગયો,* *માણસ બનવા ગયો ને પ્રેમ ભૂલી ગયો,*

*પરિવાર ને પામવા ગયો ત્યાં*
*ખુદ ને ભૂલી ગયો,* *પૈસા પામવા ગયો, તો પરિવાર ભૂલી ગયો.*
*જિંદગી ની દોડ માં હું ઉમર ભૂલી ગયો,*
*અને*
*ઉમર યાદ આવી ત્યારે,*
*હું જીવન ભૂલી ગયો.. !!!*

*કોઇકની ખામી શોધવા વાળા માખી જેવા હોય છે સાહેબ..*
*જે આખું સુંદર શરીર છોડીને ઘાવ ઉપર જ બેસતા હોય છે..!!*

*મારી સાથે બેસીને...*
*સમય પણ રડ્યો એક દિવસ,*
*બોલ્યો તું મસ્ત વ્યક્તિ છે..*
*હું જ ખરાબ ચાલી રહ્યો છુ..*

*શું વેંચીને તને ખરીદુ*
*" જિંદગી"*
*મારુ તો બધુજ ગીરવી પડ્યું છે.*
*જવાબદારીના બજારમાં..!!*

*દિલનો નેક છું સાહેબ..*
*"શરારત" કરું છું સૌની સાથે પણ "સાજિશ" નહિ*

*સ્વાદ અલગ છે મારા શબ્દોનો..*
*ઘણા ને સમજાતો નથી તો ઘણા ને ભૂલાતો નથી.. !!!*

*રોજ સાંજે,*
*સુરજ નહિ પણ..*
*આ અણમોલ જિંદગી . .*
*ઢળતી જાય છે.. !!!*

*આંસુ ને ક્યાં હોય છે કોઈ વાણી..*
*સમજો તો મોતી, ન સમજો તો પાણી.. !!!*

*સહન કરવાની આવડત હોય તો મુસીબતમાંય રાહત છે,*
*હ્રદય જો ભોગવી જાણે તો દુઃખ પણ એક દોલત છે.. !!!*

*એકાંત ને ઓગાળી ઓગાળી તેમા વ્યસ્ત રહુ છું, માણસ છુ મુરઝાઉ છુ તોયે મસ્ત રહુ છુ.. !!*

*આંખોમાં વસનારા જ રડાવી જાય છે...*
*દસ્તુર તો જુઓ આ દુનિયાનો પોતાના,*
*મો ચડાવી બેઠા ને પારકા હસાવી જાય છે..*

*મા-બાપનો વારસો સંભાળો એને સંસ્કાર ના કેહવાય,*
*પણ વારસાની સાથે મા-બાપને સંભાળો તો સંસ્કારી કેહવાય.*

*ફિક્કા ચેહરાઓની,*
*ડોક્ટરે લોહીની તપાસ કરાવી ..*
*રિપોર્ટ માં આવ્યું,*
*સંબંધો ની ઉણપ છે ..*

*મગજ કયારેય સીધું ચાલતું નથી,*
*અને હ્રદયને આડુ ચાલતા આવડતું નથી,*
*સરવાળે,,,,,*
*મગજ વાળા,હ્રદય વાળાની ભરપૂર મઝા લે છે.*

*જે માંગો એ બધુજ મળી જાય એ શક્ય નથી,*
*જિંદગી છે આ, બાપાનું ઘર નથી..*

*જીંદગી ના છેલ્લા દિવસે પણ મોજ થઈ શકે છે,*
*પણ ખબર ના પડવી જોઈએ કે આજ છેલ્લો દિવસ છે...*

*ખબર છે કે મારૂં કશું જ નથી*
*છતાં છોડવાનું *ગજું નથી !!!*

🙏🙏🙏🙏🙏

Gujarati Blog by Minal Gosalia Shah : 111706350
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now