હવે આગળ કોઈ રસ્તો નથી,
સાથ તારો કાંઈ સસ્તો નથી.
એવું નથી કે હું રડું છું કાયમ,
બસ આતો ખાલી હસતો નથી.
ને પાગલ છું પ્રેમમાં હું ફક્ત ,
કૈ એવું નથી ખેલ સમજતો નથી.
અને કરે છે જેમ બધા સોદાઓ,
એવા લોકો વચ્ચે હું વસતો નથી.
ઘણા આવી જતા રહ્યા એક હું,
એનાથી દુર ક્યારેય ખસતો નથી.
- કવિન શાહ
કવિ ફાડ