શબ્દોના સથવારે...
ઘણા દિવસો પછી મને આજે સમય મળી ગયો,
મારાઆ સમયને શબ્દોનો સથવારો મળી ગયો,
ઘણીબધી સાચવેલી યાદોનો વિસામો મળી ગયો,
મારાઆ વિસામાને પ્રેમનો પડછાયો મળી ગયો,
પડછાયાના રૂપમાં પ્રેમનો એક સમુદ્ર મળી ગયો,
મારાઆ સમુદ્રમાં હું લહેર બની વહી ગયો,
વહેતી લહેરોમાં મારાઆ શબ્દોનો પ્રવાહ વહી ગયો,
કે પછી વહેતી લહેરોમાં એ નાવ બની તારી ગયો,
જોતા જોતા હું જીવનનો પૂરો સમુદ્ર તારી ગયો,
કારણકે સફરમાં તારો સથવારો મળી ગયો....
Dr. Rajesh Moradiya