Read my thoughts on YourQuote app at https://www.yourquote.in/shamim-merchant-p978/quotes/maan-ane-miinnbttii-read-full-poem-caption-b53yes
*માં અને મીણબત્તી*
મીણબત્તીના પ્રકાશમાં હું અહીં બેઠું છું,
સંધિકાળ ચાલી ગઈ, અને હું વિચારોમાં ગુમ છું.
મીણબત્તી સળગતી રહે, ને ચારે તરફ તેજ ફેલાવે છે,
તે માં જેવી છે, એ રહસ્ય મને આજે સમજાવે છે.
એક મીણબત્તી પ્રકાશ આપે, જ્યારે તે હજી બળી રહી હોય,
એક માં પ્રેમ કરે, કાળજી રાખે, જ્યારે તે હજી સંઘર્ષ કરી રહી હોય.
મીણબત્તી પ્રકાશને નજીકમાં અને અંધકારને દૂર રાખે,
માં આંસુ લૂછે અને પ્રેમથી આપણી વાતો સાંભળે.
નાની થતી જાય, તોએ મીણબત્તી પ્રકાશ આપવાનું ચાલુ રાખે,
માં ને કેટલી પણ તકલીફ પડે તોએ તે આપણું જીવન ઉજ્વળ રાખે.
તેઓ બંને સંઘર્ષ કરી, છેલ્લે સુધી આપણા જીવનને તેજસ્વી બનાવે છે,
આ સત્યને ગાંઠ બાંધી, હૃદયમાં યાદ રાખવા જેવી છે.
*શમીમ મર્ચન્ટ, મુંબઈ*