સહજ મ્હેકી, ફુલો જેવા રહો,
બની શબ્દો, મધુ મેવા રહો,
સરળતા હોય , આચરણે સદા,
સમાધીમાં જ , સમ હોવા રહો,
ઉગી સોહામણી , જોને સવાર,
સહજ ખીલી, ગુણો ક્હેવા રહો,
મળે આકાશ , ધરતી ને અહીં,
ખૂલા દિલથી જ દાવત દેવા રહો.
મળે છે દુઃખ જ, દુનિયાદારી માં,
તમે આનંદ , સૌને સ્હેવા રહો.
-મોહનભાઈ આનંદ