પારકાં ને ક્યાં શોધવા અહીં ,
પોતાના જ ખોવાઈ ગયા .
રેતી જેવા હતા સપના મારા ,
મોજાં થી ધોવાઈ ગયા .
વિતેલી વાતોને યાદ કરી તો ,
આંસુ છલકાઇ ગયા .
સંબંધો ઘણા મળ્યા મને પણ ,
અમુક દિલમાં સચવાઇ ગયા .
યાદોની તિજોરી ખોલી જ્યારે ,
આ હોઠ મલકાઇ ગયા .
અમુક મિત્રો જ એવા મળ્યા , ,
જે દિલ પર છવાઈ ગયા . . . !!