વાતમાં વખતસર, શબ્દો મૂકી જો,
દિલના દરિયે તું ,પોતે ત્યાં ડૂબી જો,
પ્રેમ અનુકૂળ થશે ,માટે ત્યાગી હું ને,
દિલને જીતવા , જરાકે તું ઝૂકી જો,
છે ખજાનો છૂપો , એ દિલ માંહી,
એની ભીતર ઘુસી ,ગલ્લો લૂંટી જો,
ત્યાગ તો હોય છે, ત્યાં ફરજિયાત,
થઇને પરપોટો દિલ , દરિયે ફુટી જો,
છે ફુલો સાથે દોસ્તી, ઝાકળની જો,
દિલ આનંદ માણે , ગુચ્છો ચૂંટી જો,
-મોહનભાઈ આનંદ