કોઈ આંખે જોવાનું બંધ કરો,
જાતે પાટા બાધી,
સાંભળી મૂલ્યાંકન કરવાનું છોડો,
તમે જોયુ નથી,
તમે ખોયુ નથી,
દરદ કેવા હોય તમને ના સમજાય,
તમે અંધ છો.
તમે લટકાવી રાખ્યા બે ચાર માઈક,
રોજ સવારે બરાડા પાડી કહે છે,
બધુ સલામત છે.
તમે રોગી છો તમારી આંખ બંધ છે,
ને પાડોહી જુવે એ કમળાના રોગી છે.
તમને પીળા સિવાય શું દેખાય ?
ભક્તિ અંધોને શોભે,
પાગલોને શોભે,
નિર્દયોને શોભે,
કાતો ત્યાંગીઓને શોભે,
તમે તો એ બધામાં નથી આવતા .
હરામનું ખાવું એટલે ગાવું પડે,
તમે કયારે પાવડો ત્રિકમ ઝાલ્યા હતા,
ખેતરમાં બીજ ઉગાડયા હતા,
તોયે તમે વૈભવ ઓઢી ફરો છો,
કેમકે તમને ગુલામી કરતા આવડી ગયુ.
સ્વમાન જેવું નથી,
વેચી મારો જાત પણ,
મૂલ્ય અંકાવુ જોઈએ નિલામીમાં,
પછી તમને શરમ જેવું નથી ભીડ વચ્ચે વેચાય જવામા.
ભૃણહત્યા જેમ જુવો ,
માનવવધ તમે કરી રહ્યા,
કયારે સાંભળ્યુ હતુ,
કે જોયુ હતુ,
કોઈ લાશને ફંગોળાઈ રહી નદી કિનારે,
કાગડા કૂતરા ફાડી ખાય,
ને તમે ગીતો ગાવ છો ,
ગગનચૂંબી હવેલીની ઝબૂકતી બારી બેસી.
ને જેના મા બાપ ભાઈ બહેન કદાચ એ ઢગ હશે તો ?
પાટા બાંધી રાખો,
કેમકે હવે જોવામાં જોખમ છે,
માતમ સહી થાકયો,
કોઈ વીર તીર છોડી દેશે,
ફોડી નાખશે આંખ તો ?
તને સંસાર કોઈ નામ આપશે,
ત્યારે પ્રીંડા થશે,
ને તું જીવતી લાશ થઈશ.
ઈતિહાસ કોઈ ના બદલી શકે,
શાહીનો રંગ એ પાના કેવો હશે?
પોકાર પાડી કહેશે,
યુગ યુગ.
બાબુ સંગાડા મહેક