તરસે મારું મન.....
શબ્દ તમારો સાંભળવાને તરસે મારું મન
ટહુકે ટહુકે પાંગરવાને પથરાતું આ તન
સમય મળે સંચરતા રહેજો પાંપણના પલકારે
પાલવના છેડામાં ફરકે ફૂલ બની
ઉપવન
છેડે ટાંકી ધુધરીયુંના આછેરાં રણકારે
એ રણકારે ગુંજે મારા જીવનનું આ વન
હોઠ હલે કે આંખ નમે તો અણસારા હું બાંધું
ઉંબરથી આંગણની વચ્ચે નાચું હું થનગન
વરતારો મે બાંધી લીધો આવ હવે તું આવ
ગીત મધુરા ગાવા માટે ચૂડલિયું ખનખન.
----- હર્ષિદા દીપક