નથી હોતા...
જિંદગી ની દોડ માં,મોત ને ભેટી રહ્યો માનવી
કમોતે મરનારા બધા, અમર નથી હોતા..
ખેલંદા રમાડે રંગત થી, રાંગ માં રોઝી ને
ઘોડી ચડનારા બધા, અસવાર નથી હોતા..
ખરે ટાણે પડી જાય, ખબર્યું ખરા ની અહીં
બંદૂક રાખનારા બધા, શૂરવીર નથી હોતા..
કરે છે પરમાર્થ જે,દિલ થી જીવન માં અહીં
ભગવા પહેરનારા બધા, ફકીર નથી હોતા
આવે છે ભરતી ને, ઓટ અહીં કાયમ જો
સમંદર ને બાંધનારા,કોઈ કિનારા નથી હોતા.
મહોબ્બત નો આશક છું,આ ભરી દુનિયામાં
મળનાર તો બહુ મળ્યા,ચાહનાર નથી હોતા
જીવન રંગત છે "કલ્પના" માણી લે "બકુલ" આવનાર મૃત્યુ ના,અહીં ઈશારા નથી હોતા..
-બકુલ ની કલમે...✍️
ગઝલ
12-05-2021
08.30