સાથ આપે છે કોઇ ને હાથ આપે છે કોઇ;
શબ્દ ના મળે તો મૂખે વાત આપે છે કોઇ;
છવાઇ જાય જીવનમાં નિરાશાનો અંધકાર,
બનીને ચાંદ, અજવાળી રાત આપે છે કોઇ;
જ્યારે પણ તકલીફમાં થઇ જઇએ એકલા,
આવીને સ્નેહ ભરી મૂલાકાત આપે છે કોઇ;
એક મિત્ર છે જે કપરી પરિસ્થિતિમાં પણ,
"હું છુંને પાસ" કહીને બાથ આપે છે કોઇ;
જીવતાં ક્યાં કોઇ સહારો આપે છે "વ્યોમ"
મરતાં બદલી બદલીને કાંધ આપે છે કોઇ;
...✍️વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB)