ખોલી જ્યાં આંખો ત્યાં જોયું એક હદય ચિરતું દૃશ્ય
શાંત ઝરૂખે સંભળાયું યમરાજનું હાસ્ય
ખૂટશે હવે લેણ દેણ ની જંજાળ જીવનમાં
ધીરે - ધીરે આવ્યું છે સ્વાનનાં રુદન નું ભાસ્ય
જીવ્યો તું જેટલું ચાલ ફર હવે તું યમલોકમાં
બારી બહાર જોયું ત્યાં પૂરું થયું મારું આયુષ્ય
મૂંઝાય છે મન આ મહામારી નાં કહેર માં
ખૂટ્યું છે આયખું મારું કોને ખબર કેવું રચાશે મારું ભવિષ્ય