Gujarati Quote in Motivational by Tr.Anita Patel

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"એક વિચાર"
-@nugami.

કહેવાય છે ને કે,"બધું આપણા હાથમાં નથી હોતું,ઈશ્વરની ઈચ્છા વધુ માન્ય હોય છે".
પણ, આપણા હાથ માં કંઇ જ ના હોય તો કંઇ નહિ, પણ કઈ પરિસ્થિતિ માં કેવું વિચારવું એ તો ચોક્કસ આપણા હાથમાં છે.
વ્યક્તિ ને એના વિચારો જ સફળતા અને નિષ્ફળતા ના પગથિયાં ચઢાવે છે.

જ્યારે વ્યક્તિ વિચારે ચડી જાય છે,ત્યારે ઘણી વખત વિષયાંતર થઈ જાય છે,ક્યાંય નું ક્યાંય મગજ દોડે છે,ક્યારેક સારા રસ્તે તો ક્યારેક ખરાબ.

હકારાત્મક વિચારો તો ક્યાંક જ આવતા હશે,બાકી નકારાત્મક વિચારો તો આપો આપ આવી જતા હોય છે.
કોઈપણ એવી પરિસ્થિતિની વાત સાંભળીએ તો પણ ખરાબ વિચાર પહેલાં આવે અને પછી મગજ એ વિચાર પર એટલું દોડે એટલું દોડે,કે અંતે વિચાર આવે ,"જા,જે થવું હશે એ થશે,કોણ મગજમારી કરે કે કોણ ખોટી ચિંતા કરે."
આટલો બધો ભાર આપ્યા પછી મગજ થાકી જાય ત્યારે એ વિચારો ના હથિયાર હેઠાં મૂકી દે છે.

વિચારવા માટે સમય તો વ્યર્થ થાય જ છે,તો પછી એ સમય યોગ્ય વિચારો કરવા માટે કેમ ના ખર્ચ કરીએ?
સારા વિચારો નો આહાર વ્યક્તિ ને વ્યક્તિ બનાવીને ટકાવી રાખે છે,
જ્યારે ખરાબ વિચારો નો આહાર વ્યક્તિ ને અંદરો અંદર કોરી ખાય છે.

વાત એટલી જ યાદ રાખવાની છે કે,
"જો વ્યક્તિ માનસિક તણાવ ઉભો કરી શકતો હોય,
તો વ્યક્તિ માનસિક શાંતિ પણ ઉત્પન્ન કરી શકે છે......"
-@nugami.

Gujarati Motivational by Tr.Anita Patel : 111703848
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now