ક્યાંક લાલો છમ ,જરા શ્વાસે જોઉં છું,
પ્રેમ સાચો હું જરા , વિશ્વાસે જોઉં છું.
હોય ચકમક ત્યાં સુંધી જો વાંધો પડે?
થાય ઝગમગ પછી, નિ:શ્વાસે જોઉં છું,
છોડ પતઝડના , વિચારો એક ઝાટકે,
હું તો વાસંતી સદા , માસે જોઉં છું.
છોડ દુનિયા સ્વાર્થમાં છે જો પ્રિત જરા,
જ્યોત ઝગમગ હું , પ્રકાશે ત્યાં જોઉં છું,
હોય છે આનંદ ઝરણું, ભીતર જુઓ ,
કોઇ દિલદારી હું તો , પાસે જોઉં છું.
-મોહનભાઈ આનંદ