ક્યાં મળે...
મળનાર તો ઘણા મળે
પણ ચાહનાર ક્યાં મળે..?
દિલ દઈ ખરીદી લઉં લાગણી
પણ વેચનાર ક્યાં મળે...?
સપના વાવ્યા આંખો માં અમે
પણ સિંચનાર ક્યાં મળે..?
આશ છે મહોબ્બત ની
પ્રેમ કરનાર ક્યાં મળે...?
ઉભા છીએ અમે વૃક્ષ બની
વિસામો લેનાર ક્યાં મળે...?
સ્વાગત કરવા આતુર રહ્યા
પણ મહેમાન ક્યાં મળે...?
બળબળતા બપોર માં હવે
વાદળી ની છાંય ક્યાં મળે..?
તરસે ઉભા રહ્યા છીએ
અમને વર્ષા ક્યાં મળે...?
મહોબ્બત ના આશક ને
મહોબ્બત ક્યાં મળે...?
"કલ્પના" તું "બકુલ" ની
એવી ગઝલ ક્યાં મળે...?
-બકુલ ની કલમે...✍️
ગઝલ
09-05-2021
05.00