Gujarati Quote in Poem by Bakul

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બારી ની બહાર...

શોધે તને મારી નજર
તારે છુપાઈ ને રહેવું છે
ક્યારે આવીશ તું સામે
તારી આંખો માં રહેવું છે..

પ્રતીક્ષા માં તારી હવે
ઘણા વર્ષો વીતી ગયા
હવે આવ સ્વાગત છે
તારી સમીપે રહેવું છે...

ભલે રહે તું દૂર મુજથી
એ વાત ની ફિકર નથી
મળી જા એક વાર મને
તારી બાંહો માં રહેવું છે...

કેમ કરી સમજાવું તને
આ તરસ્યા હૃદય થી
પ્રેમ કરી લે હવે મુજથી
તારા હૃદય માં રહેવું છે...

બારી ની બહાર જોઉં તો
ક્યાંય તારા અણસાર નથી
દર્શન થાય રોજ તારા
તારી ગલી માં રહેવું છે...

પ્રેમ તારો પામવા હજી
કેટલું તરસવાનું "બકુલ"
"કલ્પના" ધબકી રહી
તારી યાદ માં રહેવું છે...

-બકુલ ની કલમે...✍️
ગઝલ
08-05-2021
05.45

Gujarati Poem by Bakul : 111702961
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now