સુકા ભીના સબંધો એક કરી લેજે,
એક શ્વાસ જ બાકી છે,જિંદગી ના અંત નો,
જીવાય ત્યાં સુધીમાં સબંધ સાતળી દેજે.
નક્કી નથી રહ્યું જીવનનું,
જે ઇચ્છા થાય તે મેળવી લેજે.
લેણ દેન તારી બાકી હોય તે પુરી કરી લેજે,
છુટી ને રહી ગયા હોય તે ભેગા કરી વેચી દેજે.
નથી ચાલતી કોઈ હોશિયારી અહિયાં,
એટલે ચાલ તારી દબાવી લેજે,
ઈશ્વર ની કૃપા મેળવવા અરજી તું એક કરી દેજે.
બહાદુરી બતાવીને તારી તું હાર ન માની લેજે,
"સ્વયમભુ"તું નેક કાર્ય કરી જીત મેળવી દેજે.
અશ્વિન રાઠોડ
- સ્વયમભુ