ભવ્ય
ભવ્ય તારી અણિયારી આંખો લાગે.
તેમાં જ્યારે તું પ્રેમનું કાજળ આંજે.
સૂર્ય જેવા ભાલે, ચંદ્ર જેવી બિંદિ શોભે.
કાનમાં સ્વર્ણ કુંડળ, નાકમાં નથડી શોભે.
તારા અષ્ઠો પર સંધ્યા ની લાલીમા શોભે.
ભવ્ય તારા કેશમાં ગજરા ની વેણી શોભે.
પાતળી લતા જેવી કમર પર કંદોરો શોભે.
ચરણોમાં તારા પાયલનો ઝણકાર શોભે.
જોઈ તારો મન મોહિત રૂપ સ્વપ્ન લાગે.
નર કહે આ તારા પ્રિતનો રંગ મને લાગે.
નારાણજી જાડેજા
નર
ગઢશીશા