"મહા હેતવાળી દયાળી જ મા તું..."
મે મહિનાની શરૂઆત થઈ ગઈ છે.મે મહિનાનો પહેલો રવિવાર વીતી ગયો છે અને બીજો રવિવાર પણ નજીક છે.તમને યાદ હોય તો, મે મહિનાનાં બીજા રવિવારને મધર્સ ડે' તરીકે મનાવવામાં આવે છે.ઘણા લોકો આવા અનેક ડે ઉજવે છે અને આનંદ માણે છે.બીજી બાજુ ઘણા લોકો વિરોધ પણ કરતા હોય છે.મારુ માનવું છે ત્યાં સુધી આવા દરેક દિવસો મનાવવા જોઈએ.શરત એટલી કે, ઉજવણી ખરા અર્થમાં અને હૃદયથી હોવી જોઈએ.માત્ર સ્ટેટ્સ મૂકીને ઓનલાઇન કરવામાં આવે એ સેલિબ્રશન નથી.ફોરમાલિટી છે.
જો તમારે મધર્સ ડે ની ઉજવણી સાચી રીતે કરવી હોય તો , "આખું વર્ષ આપણાં દરેક કામ કરતી મા ને આ દિવસે સ્પેશિયલ ફિલ કરાવવું જોઈએ.મમ્મીએ તમને સાચવવામાં જે શોખ,જે મિત્રો,જે સમય,જે આઝાદીનો ત્યાગ કર્યો છે.એ એમને ફરી જીવવાનો સમય આપો.જે વ્યક્તિ આજીવન તમારા માટે જીવ્યું છે એને પણ થોડી આઝાદી આપો યાર. જે આપણી નાની નાની વાતોનું પણ ધ્યાન રાખે છે આપણે ક્યારેક એનું જ ધ્યાન રાખવાનું ભૂલી જતા હોઈએ છીએ.કવિ અનિલ ચાવડા પણ પોતાની એક રચનામાં લખે છે કે, "આપી દે થોડાં પતિને, આપી દે સંતાનને થોડાં, મા સ્વયંને જીવવા તો એક પણ ક્યાં વર્ષ રાખે છે.ઠેસ બાળકને કદી ક્યાંયે ન વાગે એટલા માટે, મા સદા ચોખ્ખી જ ઘરની ને હૃદયની ફર્શ રાખે છે..."
મા એવું વ્યક્તિત્વ છે દરેક સમયે એક જેવું જ રહે છે.તમે નાના હશો ત્યારે પણ મા એટલો જ પ્રેમ અને એટલી જ કૅર કરતી હશે જેટલી અત્યારે કરે છે.એના દરેક સંતાન માટે એને એક જેવો જ પ્રેમ હોય છે.કવિ દામોદર ખુશાલદાસ બોટાદકર પણ પોતાની કવિતામાં લખે છે કે, "ગંગાના નીર તો વધે ઘટે રે લોલ,સરખો એ પ્રેમનો પ્રવાહ રે,જનનીની જોડ સખી નહીં જડે રે લોલ..." મા વિશે કોઈ એક વ્યાખ્યા કરવી અઘરી છે કારણકે,મા એક વ્યાખ્યામાં સમાઈ જાય એવું વ્યક્તિત્વ છે જ નહીં. કવિ શ્રી દલપતરામની એક કવિતા છે, "મહાહેતવાળી દયાળી જ મા તું..." જે આજકાલ સોશિયલ મીડિયામાં ખૂબ સાંભળવા મળે છે. હમણાં હમણાં જ આદિત્ય ગઠવી સાહેબે આ કવિતાને પોતનો આવજમાં ગાઈને જાણે કવિતામાં પ્રાણ પુરી દીધા છે.પાંચ વર્ષના બાળકથી લઈને 60 વર્ષના વૃદ્ધ સુધીના સૌ કોઈ આ કવિતાને રસપૂર્વક સાંભળે છે.દરેક બાળકે મધર્સ ડે ના દિવસે આ કવિતા પોતાના મમ્મી માટે ગાવી જોઈએ.
મા એ આપણને જન્મ આપીને જીવન આપ્યું તો શું આપણે એમને એક દિવસ ના આપી શકીએ?? એક દિવસ આપી તો જુઓ.એમ પણ મા ક્યાં કંઈ વધારે માંગે જ છે!! તમે ટીપું વ્હાલ આપશો ને તો પણ સામે દરિયા જેટલું વ્હાલ આપે એ મા.
છેલ્લે દિલથી કહું તો એક ગીત યાદ આવે છે :
લઈ છાતી સાથે બચી કોણ લેતું
તજી તાજું ખાજું મને કોણ દેતું
મને કોણ મીઠા મુખે ગીત ગાતું
મહા હેતવાળી દયાળી જ મા તું
- SHILPA PARMAR "SHILU"