“ઈજજત જેવા કપડા પેરીયે તેવી થાય અને લોકોની નીયત કે નજર તમારા દેખાવ વાણી વર્તન અને વસ્ત્ર પરથી નક્કી થાય” – તો તો પછી પુરુષોએ મંદિરમાં જે દેવી-દેવતાંઓ છે એમની ઇજ્જત નઈજ કરતાં હોય રાઇટ?. કેમકે પ્રાચીન મંદિરોમાં જે દેવીઓની મૂર્તિઓ છે એમાં દરેક સ્ત્રી માત્ર કંચુકી અને પહેરણ જેવાં અતિશ્ય ચુસ્ત અને ટૂંકા વસ્ત્રોમાંજ છે.
તમે પંજાબી ડ્રેસ પહેરો, કે સાડી, કે બુરખો, પ્રોબ્લેમ સામેવાળાની નજરમાં છે. કપડાંમાં નઈ. જો પુરુષોની નિયત સ્ત્રીનાં કપડાંનાં આધારે નક્કી થતી હોત, કોઈ બુરખો, સાડી, કે પંજાબી ડ્રેસ વાળા ઓલાં તમારાં જે બહેન છે, એવી સ્ત્રીઓનાં બળાત્કાર થતાંજ નાં હોત. જેની નિયત ખરાબ હોય એવાં લોકોની નજર સ્ત્રીનાં કપડાંની આરપાર જતીજ રહે છે.