અધૂરી રહેલી આંકાક્ષાઓનું આકાશ છું
તું આપે સાથ તો પૂણઁ બની જઉં
અનિચ્છાએ બની ગયેલ વમળ છું
તું આપે સાથ તો સરળ બની જઉં
અધઁ ધબકાર ચૂકી ગયેલ ધબકાર છું
તું આપે સાથ તો તારામાં એકાકાર બની જઉં
મૌન બની બેઠેલ નાદ છું
તું આપે સાથ તો તારો અવાજ બની જઉં
મૃતપ્રાય થઈ ગયેલ લાગણીઓની લાશ છું
તું આપે સાથ તો તારી સંગે સજીવન થઈ જઉં
નિકેતાશાહ
-NIKETA SHAH