ચઢ ઘોડા પર , ચઢવું પડશે,
મન જોઈ ત્યાં ,મળવું પડશે.
ખાંખાખોળા બહું કરી લીધા,
સત્ય પછી થી ઉગલવુ પડશે.
દર્દ જખમ જુનવાણી કહાની,
મલમ હવે દિલ ચોપડવું પડશે.
હાહા હીહી માં , છે જીવન,
ગંભીર પણે પણ રહેવું પડશે.
આનંદ ભૂલી રખડે બાળક ,
શરણ માં ,શમન કરવું પડશે.
-મોહનભાઈ આનંદ