Gujarati Quote in Poem by Bakul

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કાજળભર્યા નયન

પ્રેમ ની તલાશ માં ને
પ્રતીક્ષા માં વર્ષો ગયા
ઝૂરી રહ્યું આ દિલ જોવા
કાજળભર્યા એ નયન...

નજર આ તરસી રહી
બસ તારા દીદાર ને
આંખ મારી ઠરશે ત્યાં
કાજળભર્યા એ નયન...

જિંદગી ની દોડ માં
કેટલું ભટકું હજી
છે વિસામો ક્યાં હવે
કાજળભર્યા એ નયન...

ઝંખના તારી કરે આ
દિલ તો મારું પાગલ છે
ધડકનો તરસે જોવા
કાજળભર્યા એ નયન...

બસ પ્રેમ તારો પામવા
મંજુર છે તન્હા સફર
ગુજરી જશે હવે જોઈ ને
કાજળભર્યા એ નયન...

તારી રાહ માં હજી
આ દિલ વિરહી રહ્યું
"બકુલ" ની છે "કલ્પના"
કાજળભર્યા એ નયન...

બકુલ ની કલમે...✍️
ગઝલ
05-05-2021
07.28

Gujarati Poem by Bakul : 111701454
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now