Gujarati Quote in Poem by Darshna Agravat

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મન ભરીને માણવુ'તું એ સપનુ ક્યાંક ખોવાઈ ગયું ,
હૃદય એટલુ દાઝયુ કે એ રાખમાં રોળાઈ ગયું ,
ડગલેને પગલે તારા શબ્દોનો ગુંજારવતો રહ્યો ,
મહેકતી તારી યાદોનું એ ઉપવન ક્યાંક ખોવાઈ ગયું ,

ક્યાં જઈ ગોતુ એને જે મારું મટી બીજાને સોપાઈ ગયું ,
હૃદય જેને જંખતુ રહ્યું એ આંસુઓમાં ધોવાઈ ગયું ,
હૃદયના કિનારે તારી વાતો નો ટકરાવ તો રહ્યો ,
લહેરોની વચ્ચે અથડાઈ એ મોતી ક્યાંક દબાઈ ગયું ,

તારી નજરના સ્પર્શથી શરીર મારૂ શરમાઈ ગયું ,
દૂરથી તને જોઈ એ પાગલ ની જેમ હરખાઈ ગયું ,
તારી રાહમાં મારા હૃદય નો દરવાજો ખુલ્લો તો રહ્યો ,
અંત સમયે તું ન આવ્યો અને ' ફૂલ ' કાયમ માટે કરમાઈ ગયું...

Gujarati Poem by Darshna Agravat : 111700803
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now