Gujarati Quote in Poem by Bakul

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નથણી

કેટલી નમણાશ છે
ખુબસુરત ચહેરા માં
લાવણ્ય નિતરી રહ્યું
તારા રૂપ ની ચાંદની જોઉં...

મનોહર સ્વરૂપા તું
બહુ તેજ ને તર્રાર છે
નીરખી રહી આ નજર
શોભતી એ બિંદી જોઉં....

સુંવાળા અને ચમકતા
શ્યામ ઘન તારા કેશ છે
ઉડી રહ્યા એ લહેર માં
અલ્લડ બનેલી ઝુલ્ફ જોઉં...

ધનુષ સરખી ભ્રમર છે
કજરાળા છે એ નયન
આંખ છે  બહુ બોલકી
એમાં ઘૂઘવતો દરિયો જોઉં...

નાસિકા નમણી બહુ
શોભી રહી છે  વદન માં
બિડેલા એ હોઠ છે  ને
નાક પર ની નથણી જોઉં...

તારા સૌંદર્ય ને જોઈ
લખી રહ્યો છું આ ગઝલ
"કલ્પના" તું "બકુલ" ની
તારા ગુલાબી ગાલ જોઉં...

-બકુલ ની કલમે...✍️
ગઝલ
03-05-2021
05.06

Gujarati Poem by Bakul : 111700530
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now