શ્વાસની છે આ સફર ખેડી છે
બ્રહ્મ માયિક માં , સદા કેડી છે.
લોભ છે પામી, જ લઈએ,
મનની આત્માથી જરા જોડી છે.
વિસ્મયી લીલા છે જોને અહીં,
છે કરામત જ્યાં પ્રકૃતિ મેડી છે
ગુણ મહીં માણી છે બેહદ મસ્તી
સત્વ રજ તમ તાન જો છેડી છે.
આખરે આનંદ માં ડૂબવા ને,
પ્રેમ રસમાં, અનુભૂતિ રેડી છે
-મોહનભાઈ આનંદ