એકઠા થતા જયાં સઘળા મિત્રો
જામતી સૌની બેઠક, હોય બગીચો
કે હોય ગામનો ચોરો!
બેઠક હોય મિત્રોની કોઈ
મિત્રના ઘરે તો થઈ જાય
એની મમ્મીની બેઠક રસોડામાં.
થાય ફરમાઈશ વિવિધ સૌ મિત્રો
તરફથી અને યજમાન મિત્ર
છોડે ઑર્ડર મમ્મીને!!!
બનાવ પૌંઆ કે બનાવ ભજીયા
લાગી છે ભૂખ સહુ કોઈને.
સાથે લાવજે શરબત મીઠુ
નાંખી અંદર બરફ ઠંડો ઠંડો!!!
જામે મહેફિલ મિત્રોની ઘરમાં,
ક્યારેક સાપસીડી, ક્યારેક લ્યુડો
તો ક્યારેક પત્તા.
સાથે સાથે મજા લૂંટવાની નાસ્તાની.
થઈ જાય પરેશાન એ મમ્મી જેનાં
ઘરમાં જામી હોય બેઠક
આ બધાં શેતાનોની!!!!!
- સ્નેહલ જાની