વિશ્વ નૃત્ય દિવસ ની શુભકામનાઓ 🌹🌹🌹🙏🙏મન અને હૃદય નાં આનંદ થી છલોછલ છે નૃત્ય,
જીવનની અભિલાષા ની અભિવ્યક્તિ છે નૃત્ય,
ગાયન,વાદન અને સંગીત થી પરિપૂર્ણ છે નૃત્ય,
અંતરાત્મા ની તસ્વીર દર્શાવે છે, ગીતા, નૃત્ય,
દિલ ની વેદના, સંવેદના ને વ્યક્ત કરે છે નૃત્ય,
ખુશી,ગમ, હાસ્ય, પ્રેમની ભાવભંગિમા છે નૃત્ય,
સૂર,તાલ,લય સંગ, ઠુમકા લગાવે તે નૃત્ય,
ડમરું નાં નાદે કૈલાસ ડોલાવે નટરાજ નું નૃત્ય,
મધુરી સી મોરલી નાં નાદે વ્હાલો ગોપીઓ નચાવે,
વૃન્દાવન માં રાસ રચાવે, ને ધૂમ મચાવે, તે નૃત્ય.
✍️...© drdhbhatt.