Gujarati Quote in Dance by Tr Mrs Snehal Rajan Jani

Dance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વિશ્વ નૃત્ય દિવસ:-


અનેક કલાઓમાંની એક એવી નૃત્યકલા યુગોથી સૌની માનીતી રહી છે. પ્રાચીનકાળથી નૃત્યનું ભારતીય સંસ્કૃતિમાં આગવું સ્થાન રહ્યું છે. આજે દેશનાં યુવાનો જ્યારે પાશ્ચાત્ય સંસ્કૃતિનાં ડાન્સ માટે ઘેલા બન્યા છે ત્યારે શાસ્ત્રીય નૃત્યનો મહિમા ઘટતો જાય છે. આથી જ સાંસ્કૃતિક નૃત્યોને બચાવવા માટે દરેક દેશ ભેગા મળીને વિશ્વ નૃત્ય દિનની ઉજવણી કરે છે. ઈ. સ. 1983થી દર વર્ષે 29 એપ્રિલને 'વિશ્વ નૃત્ય દિવસ' તરીકે મનાવવામાં આવે છે.

દર વર્ષે અલગ અલગ થીમ પર આ દિવસની ઉજવણી થાય છે. આ વર્ષની થીમ છે - 'Purpose of Dance.'

નૃત્યમાં ભાગ લેનાર કલાકારો તેમજ તેનાં શિક્ષણને પ્રોત્સાહન મળે તે માટે ડાન્સ કમિટી અને આંતરરાષ્ટ્રીય થિયેટર સંસ્થા ITI (International Theatre Institute) દ્વારા 1982માં આ દિવસની ઉજવણી માટેની ભલામણ કરવામાં આવી હતી. ITI એ યુનેસ્કોની પર્ફોર્મિંગ આર્ટ્સની મુખ્ય પાર્ટનર છે. દર વર્ષે આ સંસ્થા દ્વારા એક ખૂબ જ સરસ નૃત્ય કલાકારને પસંદ કરવામાં આવે છે, નૃત્ય દિવસનો સંદેશો આપવા માટે.

જે લોકો નૃત્ય થકી કલાનું મૂલ્ય અને મહત્ત્વ જાણે છે તેવા લોકો માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. સાથે સાથે સરકાર અને અન્ય લોકો સુધી નૃત્યનું મહત્ત્વ પહોંચે એ પણ તેમનો ઉદ્દેશ હોય છે, કે જેથી કરીને સરકાર પણ સંસ્કૃતિનો પ્રચાર કરવામાં આગળ આવે.

મોડર્ન બેલી ડાન્સનાં પ્રણેતા એવા પ્રખ્યાત નૃત્ય કલાકાર Jean - Georges Noverre(1727 - 1810) નો જન્મદિવસ 29 એપ્રિલ છે અને આથી જ આજનો દિવસ 'વિશ્વ નૃત્ય દિવસ' તરીકે પસંદ કરવામાં આવ્યો. દુનિયાનાં તમામ લોકોને નૃત્યની ભાષા થકી એકબીજાની નજીક લાવવાનો પણ આ દિવસનો હેતુ છે. રાજકીય, સાંસ્કૃતિક, આધ્યાત્મિક કે પછી અન્ય કોઈ પણ પ્રકારના બંધનો તોડી નૃત્ય માટે લોકો પોતાનું મહત્તમ યોગદાન આપે એ જ આ દિવસની ઉજવણીનો હેતુ છે.

આ દિવસે કલાકારો પોતાનાં નૃત્ય થકી દેશનાં નેતાઓ, સરકાર અને વિવિધ સંસ્થાઓને આ કલાને બચાવવાની ચેતવણી આપતો સંદેશો રજુ કરે છે. આખી દુનિયામાંથી ITI દ્વારા દિગ્ગજ નૃત્ય કલાકારોને કોઈ એક સ્થળે બોલાવવામાં આવે છે અને ત્યાં નૃત્યકલા પ્રદર્શનની સાથે સાથે કલાકારોનું સન્માન પણ કરવામાં આવે છે. આ ઉપરાંત દર વર્ષે કોઈ એક નૃત્ય કલાકારને આ દિવસનો વિશેષ સંદેશો પાઠવવા માટે પસંદ કરે છે.

આ વર્ષે કોરોના મહામારીને કારણે આજનો દિવસ ઓનલાઈન ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. પસંદગી પામેલા કલાકારોને પોતાનો વિડીયો બનાવી અપલોડ કરવાનું કહેવામાં આવ્યું છે.

Gujarati Dance by Tr Mrs Snehal Rajan Jani : 111699041
New bites

just for knowledge...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now