Gujarati Quote in Motivational by mayur rathod

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*શરમ*

આજની સવાર કંઈક અલગ લાગી રહી હતી. હું થોડી વહેલી જાગી હતી એટલે હું ભાભીને રસોડામાં સવારનો નાસ્તો બનાવવામાં મદદ કરી રહી હતી. એટલામાં પપ્પા અને મોટાભાઈ નાસ્તો કરવા માટે ડાઈનિંગ ટેબલ પર બેસે છે. ને ભાઈ બોલો છે, "અરે... વસુધા હું અને પપ્પા બંન્ને નીચે આવી ગયા છીએ તો તને નાસ્તો લાવવાની ખબર નથી પડતી. ક્યારનાં અહીં ચા-નાસ્તાની રાહ જોઈ રહ્યા છીએ."

એટલામાં હું ચા લઈને ભાઈ પાસે આવી અને ભાઈ ચા આપી અને પપ્પાને કોફી આપી. બંને નાસ્તો કરતા હોય છે ત્યાં ભાઈ બોલે છે, "કૃપા તું શું લેવા કામ કરે છે, તારી ભાભીને કરવા દે આપડે એને તે માટે તો લાવ્યા છીએ."

આ વાત સાંભળીને ભાભીને કદાચ તો ખોટું લાગ્યું જ હશે સાથેસાથે મને પણ આજે ખોટું લાગ્યું હતું. કેમ કે મમ્મીની ગેરહાજરીમાં ભાઈ અને પપ્પા બંને ભાભીને નોકરનો દરજ્જો આપતા હતા.

થોડી જ વારમાં ભાઈ બોલે છે, "પપ્પા આપણા ઘરે ફરીથી પારણું બંધાવા જઈ રહ્યું છે"
"અરે શું વાત કરે છે, તે તો મારી આજની સવાર સુંદર બનાવી દીધી."

એટલામાં સુકન્યાના રડવાથી છાયા પણ જાગી જાય છે. ભાભીને બે દીકરી જ હતી.

એટલામાં પપ્પા બોલો છે, "વહુ બેટા ધ્યાન રાખજો આપણા ઘરે બે ઉપાદી તો છે હો, એટલે હવે મારે મારા કુળનો દિપક જ જોઈએ છે નહિ તો થેલા ભરીને ઘરેથી નીકળી જાજો."

આ સાંભળીને ભાભીની આંખમાંથી આંસુ આવી જાય છે. મારાથી હવે સહન ના થયું એટલે હું બોલી, " પપ્પા અને ભાઈ થોડી તો શરમ કરો. હું પણ એક સ્ત્રી જ છું પપ્પા તમારે આવું બોલવું હોય તો મને તમારે મારો જન્મ જ ન થવા દેવો જોઈએ, હું સાસરે જઈશ ત્યારે ભાઈ મને ત્યાં આવા મેણા મારશે તો તમે સહન કરશો! "

આવું બોલતા ભાભી મને રોકી લે છે. પણ હું ના ચૂપ રહી ને બોલી, " જો કુળનો દિપક લાવવો હોત તો ભાભી જોડે લગ્ન જ શું લેવા કર્યા, ને પપ્પા તમે મને શું લેવા જીવતી રાખી મારી નાખી હોત તો આજે મારે આવા દિવસો જોવા જ ન પડેત."

એમણે પીરસેલો નાસ્તો એક તરફ રહી ગયોને બંને શરમના માર્યા મોં નીચે કરીને ઓફીસ પર ચાલ્યા ગયા.

✍🏻~દુશ્મન

Gujarati Motivational by mayur rathod : 111698817
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now